J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, જૈશના ટોપ કમાન્ડર સહિત 5 આતંકીઓનો ખાત્મો
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ચાર સ્થળો પર એન્કાઉન્ટર ચાલી રહ્યાં છે. જેમાં મોટી સફળતા હાંસલ કરતા અત્યાર સુધી 5 આતંકીઓનો ખાત્મો કરાયો છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ચાર સ્થળો પર એન્કાઉન્ટર ચાલી રહ્યાં છે. જેમાં મોટી સફળતા હાંસલ કરતા અત્યાર સુધી 5 આતંકીઓનો ખાત્મો કરાયો છે.બારામુલ્લામાં 2, બાંદીપોરાના હાજિનમાં 2 અને શોપિયામાં એક આતંકી માર્યા ગયા છે. જેમાં જૈશનો ટોપ કમાન્ડર અલીભાઈ પણ સામેલ છે. તેમની હાજરીની સૂચના મળતા 34 રાજસ્થાન રાઈફલ્સ, સીઆરપીએફ અને એસઓજીની ટીમોએ સંયુક્ત અભિયાન ચલાવ્યું.
બીજુ એન્કાઉન્ટર બારામુલ્લામાં ચાલે છે. આ અથડામણ બારામુલ્લા જિલ્લાના કંડી કલાંતર વિસ્તારમાં બુધવારે સાંજે શરૂ થઈ . બુધવારે સાંજે અંધેરાના કારણે સસ્પેન્ડ કરાઈ પરંતુ ગુરુવારે સવારે ફરીથી શરુ કરાઈ હતી. હવે આ અથડામણ લગભગ ખતમ થવાના આરે છે. જેમાં સુરક્ષાદળોએ બે આતંકીઓનો ખાત્મો કર્યો. અહીંથી એક રાઈફલ અને કેટલોક આપત્તિજનક સામાન મળી આવ્યો હતો. અધિકારીએ કહ્યું કે જેવું ગુરુવારે સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું કે આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું અને અથડામણ શરૂ થઈ ગઈ. જેમાં 2 સુરક્ષાકર્મીઓ ઘાયલ પણ થયા છે.
ત્રીજી અથડામણ સોપોરના વારપોરમાં ચાલે છે. જેમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. આ અથડામણ બુધવાર સવારથી ચાલુ છે. આતંકીને ઘેરીને તેના આત્મસમર્પણની કોશિશો થઈ હતી અને આતંકીના પરિવારને લાવીને આતંકીને સમર્પણની તક પણ અપાઈ હતી. ત્યારે જ આતંકીઓએ ગ્રેનેડ ફેક્યો અને ફાયરિંગ કર્યું. જેમાં બે પોલીસકર્મીઓ (એક સ્ટેશન હાઉસ અધિકારી (એસએચઓ) અને તેમનો સુરક્ષા ગાર્ડ) તથા એક નાગરિક ઘાયલ થયા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બંને પોલીસકર્મીઓને સારવાર માટે શ્રીનગર શિફ્ટ કરી દેવાયા છે. પરંતુ આતંકીઓ વિરુદ્ધ અભિયાન હજુ ચાલુ છે. સુરક્ષા કારણોસર અધિકારીઓએ સોપોર, બાંદીપોરા શહેરમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરાવી છે.
ચોથી અથડામણ કાશ્પીરના બાંદીપોરના હાજિન વિસ્તારમાં થઈ. જેમાં બે આતંકીઓ ઠાર કરાયા. કહેવાય છે કે પાકિસ્તાની મૂળના બે આતંકીઓ એક મકાનમાં છૂપાયેલા હતાં. સુરક્ષાદળોએ આખા મકાનને વિસ્ફોટ કરીને ઉડાવી દીધુ. આ આતંકીઓ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના હોવાનું કહેવાય છે. તેમણે બે લોકોને બંધક પણ બનાવ્યાં હતાં. પરંતુ સુરક્ષાદળોએ ગુરુવારે સ્થાનિક લોકોની મદદથી એક વ્યક્તિને તો છોડાવી લીધો હતો.
લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ જોવા માટે જુઓ LIVE TV